મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE





ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનના ત્રણ વર્ષના દીકરાને વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદ જિલ્લાના ડોલરીયા ગામ હોળી ફળિયુના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પ્રાણજીવનભાઈ ચારોલાની વાડીએ  મુકેશભાઈ માવી (31)નો 3 વર્ષનો દીકરો રાજવીર મુકેશભાઈ વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા રાજવીરને કોઈપણ કારણોસર વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે માસુમ બાળકનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સેસ સિનેમા નજીક પેટ્રોલ પંપ સામેના ભાગમાં એકટીવા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ અમરશીભાઈ નકુમ (50) નામના આધેડને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામ નજીક રહેતો ફકીરચંદ મહેતાબસિંગ ભૂરીયા નામનો વ્યક્તિ ઊંચાઈ ઉપરથી નીચે ટકાતા તેને શરીરે ઇજાઓ થઈ હતી અને હાથમાં ફ્રેકચર જેથી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News