ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ
SHARE
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા અને જેની પાસે કપાત કરાવવામાં આવતી હોય કે પછી જેના કહેવાથી જુગારના આંકડા લેવામાં આવી રહ્યા હોય તે શખસોના નામ સામે આવેલ છે જેથી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલ ચાર માળિયાના આવાસ સામેના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક શખ્સ મોબાઈલ ફોનથી વરલી જુગાર રમતો મળી આવ્યો હતો જેથી પોલીસે 1500 રૂપિયાની રોકડા તથા 3000 ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 4500 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે વિષ્ણુભાઈ નારણભાઈ કગથરા (31) રહે. નીલકમલ સોસાયટી લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મેહુલભાઈ જીલુભાઈ પાટડીયા રહે. લીલાપર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને સામે ગુનો નોંધાયેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા આવાસ પાસે રામેશ્વર કારખાના નજીક જાહેરમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મેહુલભાઈ જીલાભાઈ પાટડીયા (22) રહે. લીલાપર રોડ મોરબી વાળો વરલી જુગારના સાહિત્ય સાથે મળી આવેલ હોય પોલીસે 5000 રૂપિયાનો મોબાઇલ ફોન તથા 2200 રૂપિયા રોકડા આમ કુલ મળીને 7200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી રહે. લીલાપર મોરબી વાળા ના કહેવાથી ભાગીદારીમાં જાહેરમાં રાજુભાઈ કોળી રહે. વાવડી રોડ મોરબી વાળા સાથે મોબાઈલ ફોન ઉપર વરલી જુગારના આંકડા લેતો આવવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
આ ઉપરાંત મોરબીના નવલખી ફાટક પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગાર રમતા હરેશભાઈ પૂરણભાઈ થાવરાણી (40) રહે. નવલખી રોડ રણછોડનગર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2750 ની રોકડ કબજે કરવામાં આવી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કિસાનભાઈ ખીટ રહે. મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધાયો છે. મોરબીના સનાળા નજીક સીએનજીના પંપની પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગાર રમતા અકીલભાઈ ઇરફાનભાઇ અજમેરી (24) રહે. કાંતિનગર મોરબી વાળો મળી આવતા પોલીસે 250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તે હરેશભાઈ પુરણભાઈ થાવરાણી રહે. નવલખી રોડ મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હોય પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ કરી હતી.