મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં


SHARE







































મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર લાલપર પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં રીક્ષામાં બેસીને વાંકાનેર બાજુથી પરત મોરબી આવી રહેલા પરીવારની રીક્ષાને ટેમ્પોના ચાલકે હડફેટે લીધી હતી.આ બનાવમાં શબ્બીર અલીમામદ સુમરા (32), રહે. વાંકાનેર, અક્ષાબેન આસીફભાઈ પઠાણ (17), એનાઝબેન આશીફભાઈ પઠાણ (14) જાસ્મીનબેન રજાકભાઈ ખુરેશી (40) રહે. બધા મકરાણીવાસ મોરબી તેમજ આફરીન અલ્તાફ પઠાણ (15) આઈસાબેન ઈકબાલભાઈ (35), સમીર મહેમુદખાન પઠાણ (20) અને મહેરૂનબેન હમીદભાઈ ખોખર (55) રહે. બધા સિપાઈવાસ મોરબીને ઈજાઓ થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

દવા પીધી
 રવાપર ગામે આવેલી ખેંગણીની વાડી પાસે રહેતા ભરત લવજીભાઈ પરમાર (40)એ દવા પી લેતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે પતિની સામે તહેવારમાં બહારગામ ફરવા જવા મુદ્દે ઝગડા બાદ મારામારીમાં ઈજા થતા પ્રિતીબેન નિલેશભાઈ વાઘેલા (35) રહે. અનુપમ સોસાયટી સનાળા રોડને સારવારમાં ખસેડાયા હતા તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મારામારી
 સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા મંજુબેન લાભુભાઈ કુંઢીયા (50) નામના મહીલાને ઘર પાસે અજાણ્યા ઈસમે માર માર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સામાવાળાએ બીડી-માવો માંગ્યો હતો જેની ના પાડતા માર માર્યો હતો..! માળીયા ફાટકની પાસે આવેલા બસ સ્ટોપ પાસે અજાણ્યા ઈસમે ગળા પાસે છરી વડે છરકો કરતા છોટુભાઈ દિપકભાઈ દેલવાણીયા (25) રંહે.પાડા પુલ નીચે નદીના પટમાંને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

પેટ્રોલ પીધુ
 વીસીપરામાં ઘરે ભુલથી પેટ્રોલ પી ગયેલા સુલતાન કરીમભાઈ કટીયા (26)ને સારવારમાં લઈ જવાયો હતો. જયારે વાંકાનેર હાઈવે સરતાનપર ચોકડી તુલસી પેટ્રોલ પંપ પાસે થયેલા વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઉમેદસિંહ નવલસિંહ (25) રહે. જાંબુડીયા તા.મોરબીને સારવારમાં ખસેડાયો હતો. તેમજ બેલા ગામે આવેલા અંકિત કારખાનામાં રાત્રે થયેલ મારામારીમાં ઈજા પામેલા ચંદન રામધનીભાઈ પટેલ (36)ને સારવારમાં ખસેડાયો હતો.

અકસ્માત
 લાલપર ગામે મેલડી મંદિરની સામે બાઈક અને રીક્ષા અથડાતા રીક્ષામાં બેઠેલા વસંતભાઈ અશ્ર્વિનભાઈ ધામેલ (26) રહે. કીયાન સિરામીક લેબર કવાટરને સારવારમાં ખસેડાયો હતો. અને ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે બાઈક ઉપરથી પડી જતા સલીમ અભરામભાઈ વિકાણી (43) રહે. નેસડાને ઈજા થતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબીના વાઘપર ગામે રહેતા જાગતીબેન મહેન્દ્રભાઈ સોલંકી (43)ને તેઓના ભાભી કપલીબેન દ્વારા માર મારવામા આવતા જાગતીબેનને જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.
















Latest News