વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા
રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન
SHARE
રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન
મોરબીમાં આવેલ ફ્લોરા ઇલેવન ખાતેથી ગત ભાઈબીજ એટલે કે તા. 11 ના રોજ મોરબીથી મહિલાઓ, બાળકો, પુરુષ તેમજ કિન્નર માસી સહિત કુલ મળીને 40 લોકોનો સંઘ અંબાજી માતાજીના દર્શન કરવા માટે થઈને નીકળ્યો હતો અને જય અંબે પદયાત્રા સંઘ બેચરાજી મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ ખારી નદીના પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં એક વૃદ્ધને અચાનક ચક્કર આવ્યા હતા અને છાતીમાં ગભરામણ થવા લાગી હતી જેથી તે ઢળી પડ્યા હતા ત્યારે સંઘમાં સાથે ચાલીને જઇ રહેલા કિન્નર માસી દ્વારા તાત્કાલિક વૃદ્ધને સીપીઆર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો
મોરબીના જય અંબે યાત્રા સંઘમાં સાથે રહેલા સુરેશભાઈ કસૂન્દ્રા પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીથી અંબાજી માતાજીના મંદિરે આગામી 22 તારીખે ધજા ચઢાવવા માટે થઈને દર વર્ષની જેમ જય અંબે યાત્રા સંઘ રવાના થયો હતો અને તેમાં મહિલાઓ, બાળકો, પુરુષો અને કિન્નર સીમરન માસી સહિત કુલ 40 લોકો જોડાયેલા હતા આ સંઘ મોરબીથી અંબાજી જતો હતો ત્યારે બેચરાજી મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ ખારી નદીના પુલ પાસે તેઓનો સંઘ પહોંચ્યો હતો ત્યારે ત્યાં ઉભેલા એક વૃદ્ધને અચાનક ચક્કર આવ્યા હતા અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તેઓ રસ્તા ઉપર ઢળી પડ્યા હતા જેથી કરીને જય અંબે પદયાત્રા સંઘની સાથે જોડાયેલા સીમરન માસી દ્વારા તાત્કાલિક તે વૃદ્ધને સીપીઆર આપવામાં આવ્યો હતો અને સમયસર તેઓને સીપીઆર અને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 ની ટીમને પણ ત્યાં સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી જેથી વૃદ્ધને તાત્કાલિક સારવાર મળી જતાં તેઓનો જીવ બચી ગયો હતો આમ મોરબીથી અંબાજીના દર્શન માટે જઈ રહેલા જય અંબે પદયાત્રા સંઘ સાથે જોડાયેલા કિન્નર સિમરન માસીની સમય સૂચકતાથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો.