મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ


SHARE







































મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ

મોરબીમાં વાહન ચાલકો જીવલેણ અકસ્માત સર્જાય તેવી ગંભીર બેદરકારી રાખીને પોતાના વાહનો ચલાવતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે આજે સતત બીજા દિવસે મોરબીમાં જોખમી રીતે વાહન લઈને પસાર થતાં વાહન ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વિડીયોની અંદર ડમ્પરની પાછળની સાઈડનો દરવાજો જોખમી રીતે લટકી રહ્યો છે તે તૂટી પડે અથવા તો કોઈ વાહન તેની સાથે અથડાઈ તો જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતા છે તેમ છતાં પણ નેશનલ હાઈવે રોડ ઉપરથી બેફામ રીતે ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો છે. તેને રોકવાની પણ કોઈ તસ્દી લેતું નથી.

મોરબીના શનાળા રાજપર રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે બોલેરો ગાડીનો ચાલક પોતાની ગાડીમાં ઓવરલોડ માલ ભર્યો હતો તે માલ એક બાજુ નમી ગયો હોવાથી ગમે ત્યારે રસ્તા ઉપર પડે અથવા તો અન્ય કોઈ વાહન ચાલક ઉપર પડે તો જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી તેમ છતાં પણ બોલેરો ગાડીનો ચાલક બીજા કોઈનો વિચાર કર્યા વગર પોતાની ગાડીને લઈને રોડ પરથી પસાર થતો હતો તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ આજે સતત બીજા દિવસે આવી જ રીતે જોખમી હાલતમાં વાહન લઈને પસાર થઈ રહેલા ડમ્પર ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ડમ્પરની પાછળની ભાગમાં દરવાજો એક બાજુથી નીકળી ગયો હતો અને જોખમી રીતે લટકી રહ્યો હતો તેમ છતાં પણ ડમ્પરચાલક પોતાનું ડમ્પર રોડ સાઈડમાં ઊભું રાખીને દરવાજો યોગ્ય કરવાના બદલે જોખમી રીતે પોતાનું વાહન લઈને નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ જોખમી રીતે લટકતો દરવાજો તૂટી પડે અથવા તો અન્ય કોઈ વાહન સાથે અથડાય અને અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ? અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ટીંબડી ગામના પાટીયા પાસે નમાવે પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જે બનાવમાં છ વર્ષના બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું હતું અને બાળકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોય તેને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આજે વધુ એક વખત ટીંબડી પાટીયા પાસેથી જોખમી રીતે લટકતા દરવાજા સાથે પસાર થઈ રહેલા ડમ્પરનો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ ડમ્પર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાઈ અને નિર્દોષ લોકોનો જીવ જાય ત્યાર પછી તંત્ર વાહકો દોડતા થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.
















Latest News