ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા
બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
SHARE
બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપર બેફામ ગતિએ દોડતા નંબર પ્લેટ વગરના ડમ્પર સહિતના ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસમાં જુદાજુદા માર્ગ ઉપરથી ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં તેમજ નંબર પ્લેટ વગરના કુલ મળીને ડમ્પરો સહિત 41 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવેલ છે.
મોરબીમાં ગત મંગળવારે બપોરના સમયે ટીંબડી ગામના પાટીયા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરમાં ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં છ વર્ષના બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું હતું જો કે, મહિલાને ગંભીર ઇજા થઇ હોવાથી તે મહિલા હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સુચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા અને તેઓની ટિમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપરથી આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોય તે પ્રકારના ડમ્પર સહિતના વાહનો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનો તેમજ ઓવરલોડ માલ ભરીને નીકળેલા વાહનોના ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ મળીને 41 જેટલા વાહનોને ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા અને તેઓને ટીમ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનના ચાલકોની સામે આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી જુદાજુદા વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.