મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા
SHARE
ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા
ટંકારાના જબલપુર ગામની સીમમાં આવેલ મંદિર પાસે જાહેરમા જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 24,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
ટંકારા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે જબલપુર ગામની સીમમાં આવેલા મંદિર પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કૌશીક મગનભાઈ નારીયાણા, અમૃતલાલ નરશીભાઈ ફેફર, નરભેરામ ગંગારામભાઈ નારીયાણા અને જયંતીલાલ દેવકરણ ભીમાણી રહે. બધા જબલપુર તેમજ અતુલ મગનભાઈ નારીયાણા અને મિલન ધરમશીભાઈ ગૌસ્વામી રહે. બંને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા 24,500 ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડીને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.