મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા


SHARE







































મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા

મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથાને રોકવા અને કાનૂની જોગવાઈઓનું કડક પાલન કરાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓક્ટોબર-૨૦૨૬ માસ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઓચિંતી તપાસણીઓ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત ગત માહિનામાં મોરબીના પીપળી રોડ પર આવેલા 'એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિ.' ના વેરહાઉસ ખાતે આકસ્મિક રેઈડ પાડવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંસ્થાનમાંથી ૪ તરુણ શ્રમયોગીઓને બાળમજૂરીમાંથી સફળતાપૂર્વક મુક્ત કરાવવામાં આવ્યા હતા તેમજ આ સંસ્થા વિરુદ્ધ કાયદાનુસાર કડક દંડાત્મક તથા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  તંત્ર દ્વારા જિલ્લાના તમામ હોટલ, ઢાબાના સંચાલકો તેમજ ઔદ્યોગિક એકમોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સંસ્થામાં કોઈપણ બાળ શ્રમિકને કામે ન રાખે. આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ અને સઘન તપાસ સતત ચાલુ રહેશે. જો નાગરિકોને ક્યાંય પણ બાળમજૂરી થતી નજરે પડે, તો તરત જ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
















Latest News