મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા
SHARE
મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના ખારચીયા ગામે રાત્રીસભા યોજાઈ હતી જેમાં હાજર અધિકારીઓ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે ગ્રામજનોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ રાત્રીસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નો બાબતે યોગ્ય માર્ગદર્શન આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓશ્રીઓને દરેક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ રાત્રિ સભા દરમિયાન મોરબી પ્રાંતઅધિકારી પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર મહેશ દામા, નાયબ નિયામક સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ અતુલ છાસિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, સિંચાઇ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા, સિંચાઇ વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર યશ ગુઢકા, મોરબી મામલતદાર કલ્પેશ બુસા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.