મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ઉમા રેસિડન્સીમાં બાઇક પાર્ક કરવા મુદ્દે મહિલાને માર મારનાર પિતા-પુત્રોની ધરપકડ


SHARE







મોરબીની ઉમા રેસિડન્સીમાં બાઇક પાર્ક કરવા મુદ્દે મહિલાને માર મારનાર પિતા-પુત્રોની ધરપકડ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ઉમા રેસિડેન્સીમાં રહેતી મહિલા સાથે બાઇક પાર્ક કરવા મુદ્દે પિતા-પુત્રોએ માથાકૂટ કરી હતી ત્યારબાદ તે મહિલાને ત્રણેયે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલી મહિલાએ સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન ખાતે માર મારનાર પિતા-પુત્રો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ઉમા રેસીડેન્સીમાં રહેતા અનસોયાબેન દુર્લભજીભાઈ અંબાણી જાતે પટેલ (ઉંમર વર્ષ ૫૫)એ હાલમાં સાગરભાઇ, સાગરભાઇનો ભાઇ અને સાગરના પિતાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે સામેવાળા આરોપી સાગરના ભાઈ અને તેના પિતાએ બાઈક પાર્ક કરવા મુદ્દે તેમની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારબાદ સાગરે ત્યાં આવીને તેમને ગાળો આપીને તેના હાથમાં રહેલ ધોકા વડે અનસોયાબેનને ડાબા હાથ ઉપર માર્યો હતો જેથી કરીને તેમને ફ્રેક્ચર થઇ ગ્યું હોવાથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ અનસુયાબેને હાલમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હોય તેના આધારે એ ડિવિજન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયાએ અનસોયાબેનને માર મારનાર પ્રવીણ રવજી કાચા (૫૧), સાગર પ્રવીણ કાચા (૨૫) અને કેતન પ્રવીણ કાચા (૨૨) રહે.ત્રણેય ઉમા રેસીડેન્સી કંડલા બાયપાસ વાળાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા કોંઢ ગામના રહેવાસી અનિલ કરસનભાઈ નાયકા નામના ૨૨ વર્ષના યુવાનને કોંઢ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે દસાડા ગામ પાસે ટ્રક પલ્ટી જતાં ઇજાઓ થવાથી રાહુલ પપ્પુભાઈ સાંગાણી (૧૯) રહે.ટંકારાને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વીસીપરા પાછળ આવેલ અમરેલી રોડ ભવાનીનગર વિસ્તારમાં રહેતા બાલુબેન બાબુભાઈ રાણેવાડીયા નામના એકસઠ વર્ષીય વૃદ્ધાને વીસી ફાટક પાસે કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા બાલુબેનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના રાતાભેર ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી હઠીસિંગ મનુભા ચૌહાણ નામના ૬૦ વર્ષિય વૃદ્ધને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથકની હદમાં બન્યો હોય હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતો મનીષ રતિલાલ ફુલતરીયા નામનો એકત્રીસ વર્ષીય યુવાન સુપરમાર્કેટ શનાળા રોડથી પોતાના ઘરે વાવડી રોડ તરફ જવા માટે બાઈક લઈને નિકળ્યો હતો ત્યારે ઓમશાંતિ સ્કૂલ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મનીષ ફુલતરીયાને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.




Latest News