મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે


SHARE









સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો તથા વિવિધ વિભાગીય દાખલા-પ્રમાણપત્રો સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે માટે મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા ‘સેવા સેતુ ૨.૧’ (ગ્રામ્ય) ના બીજા તબક્કાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ગ્રામ્ય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંયુક્ત સંચાલન હેઠળ વિવિધ ગ્રામીણ ક્લસ્ટર્સ ખાતે સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન સેવા સેતુ કેમ્પોનું આયોજન કરાયું છે. જે અન્વયે શુક્રવારે થોરાળા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં અમરાપર, નાગલપર, મોટી વાવડી, બગથળા, બીલીયા, કાંતિપુર, માણેકવાડા, પંચાસર, ચાંચાપર, રાજપર, થોરાળા,ગાંધીનગર  ખાનપર, ઊંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં આંદરણા, નીચી માંડલ, ઊંચી માંડલ, વાંકડા, ખરેડા, ઝીંકીયાળી, લાલપર, લખધીરપુર, કાલિકાનગર, ઘુંટુ, ચકમપર, જીવાપર, શનાળા(ત) અને કેશવનગર સહિતના ગામોમાં કાર્યક્રમ યોજાયો હતો જો કે, તા. ૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં અણિયારી, જેતપર, રંગપર, બેલા, સાપર, રાપર, જશમતગઢ, ગાળા, વાઘપર, પીલુડી, પીપળી,નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા અને બહાદુરગઢ અને પીપળીયા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં બરવાળા, જેપુર, ખેવાળીયા, ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, ખાખરાળા, લુંટાવદર, પીપળીયા અને ગુંગણ, કૃષ્ણનગર સહિતના ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

જયારે તા. ૯/૧૦/૨૦૨૬, શુક્રવારના રોજ હજનાળી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં હજનાળી, મોડપર, રાજપર(કું), ફડસર, ખારચિયા, વીરપરડા, ઓમનગર, જીવાપર, ફાટસર, કેરાળી, રામગઢ કોયલી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કાર્યક્રમમાં આમરણ, ડાયમંડનગર, બેલા (આ.), રામપર પાડાબેકર, ઝીંઝુડા, ઉટબેટ શામપર, સોલંકીનગર, કોયલી, ધૂળકોટ, બાદનપર (આ.)અને રામગઢ કોયલી સહિતના ગામો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં રેવન્યુ તલાટી, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, પી.એચ.સી. સ્ટાફ સહિતના તમામ પાયાના કર્મચારીઓ ઉપસ્થિત રહીને રજૂ થતા અરજીઓ અને લોકપ્રશ્નોનો સ્થળ પર જ સરાહનીય નિકાલ કરશે. સંબંધિત ગ્રામજનોને પોતાના દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી સેવા સેતુનો મહત્તમ લાભ લેવા મોરબી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.




Latest News