મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર
SHARE
મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 'જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ' તેમજ 'પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ'ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ૫ ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે નવા સંપ, નેટવર્ક જોડાણ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા નિર્માણ સહિત કુલ રૂ. ૬૪,૩૬,૫૫૪ ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ, પાણીવેરા પ્રોત્સાહક યોજના તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા અર્થે પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.