વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા
ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત
SHARE
ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત
મોરબીના ટંકારા ખાતે લજાઇ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઇક ટ્રક સાથે અથડાયું હતું.જે બનાવમાં એક યુવાનનું ઘટના સ્થળે તેમજ બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનનું મોરબી તેમજ ટંકારા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારીમાં કાનારામ મદનલાલ સ્વામી (૨૩) હાલ રહે. મહાવીરનગર સોસાયટી વાંકાનેર મૂળ રહે.બુરજાની ઠાણી તા.અજીતગઢ જીલ્લો સીકર રાજસ્થાન તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે રાજેશ વિજયભાઈ દયાલ (૨૦) હાલ રહે.મહાવીરનગર સોસાયટી વાંકાનેર મૂળ રહે.કોટડી ગામ તા.ખંડેલા જી. સિકર રાજસ્થાન નામના બે યુવાનો બાઈકમાં જઈ રહ્યા હતા.ત્યારે સામેથી આવેલ ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૫૮૩ સાથે તેઓના બાઈકનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કાનારામ મદનલાલ સ્વામી નામના મૂળ રાજસ્થાની યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.જ્યારે ધર્મેન્દ્ર (રાજેશ) વિજયભાઇ દયાલ નામના યુવાનને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને તેનું પણ ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ કાનારામ સ્વામી અને ધર્મેન્દ્ર દયાલ ટંકારા નજીક હોટલમાં ટાઇલ્સ ફીટીંગના કામકાજ માટે આવ્યા હતા અને તેઓ પરત વાંકાનેર જતા હતા ત્યારે ટંકારાના લજાઈ- હડમતીયા રોડ ઉપર કારખાનામાંથી નીકળીને રોડ ઉપર ચડી રહેલ ઉપરોક્ત નંબરના ટ્રકની સાથે તેઓનું બાઈક અથડાયું હતું.જે બનાવમાં કાનારામ મદનલાલ સ્વામી તેમજ ધર્મેન્દ્ર વિજયભાઇ દયાલ નામના બે રાજસ્થાની યુવાનોના મોત થયા હતા.બનાવને પગલે જાણ થતા ટંકારા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ હાઇવે ઉપર સીએનજીના પેટ્રોલ પંપ પાસે જોનડીયર ટેકટરના શો-રૂમ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં વિજયભાઈ કાનાભાઈ વાઘેલા (૩૦) રહે. મોરબી નામનો યુવાન પગપાળા જતો હતો ત્યારે તેને અજાણ્યા કાર ચાલકે હેડફેટે લીધેલો હતો.જેથી મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
તેમજ વાંકાનેર ખાતે અકસ્માત બનાવમાં ઇજા પામેલા અજયભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહિં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે









