મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય


SHARE



































મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય

 

તા. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ થયેલા અતિ ભારે વરસાદને કારણે મોરબી શહેર તેમજ તેની આસપાસના અનેક વિસ્તારો અને ગામો, જેમાં માળિયા વિસ્તારનો પણ સમાવેશ થાય છે.જળબંબાકાર બની ગયા હતા. આ કુદરતી આપત્તિના સમયે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ (દેવ ગ્રુપ ઓફ કંપનીસ), માળિયા દ્વારા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે માનવતાવાદી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું.મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવા છતાં દેવ સોલ્ટની આસપાસના ગામોને તેની સીધી અસર થઈ નહોતી. તેમ છતાં, સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા ફાઉન્ડેશને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે તાત્કાલિક ભોજન પેકેટ તૈયાર કરી તેમના વિતરણની વ્યવસ્થા કરી હતી.

રાહત કામગીરીના ભાગરૂપે, અંદાજે 750 ભોજન પેકેટો તૈયાર કરીને અસરગ્રસ્ત પરિવારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિતરણ થાય તે માટે મામલતદાર કચેરી, માળિયાને મોકલાવવામાં આવ્યા હતા. ઉપરાંત, આશરે 1,000 ભોજન પેકેટોનું સીધું વિતરણ સુરજબારી ગામ, સંગાથ વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો તેમજ માળિયા-મોરબી વિસ્તારના અન્ય જરૂરિયાતમંદ સ્થળોએ કરવામાં આવ્યું હતું.આ માનવતાવાદી પહેલ દ્વારા દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ (દેવ ગ્રુપ ઓફ કંપનીસ) ને સંકટના સમયમાં સમાજની સાથે અડીખમ ઉભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરી હતી. સમયસર રાહત પહોંચાડી જરૂરિયાતમંદ લોકો સુધી પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવી ફાઉન્ડેશને પોતાની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


















Latest News