મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE







વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીમાં રહેતી મહિલા બાઈકમાં બેસીને વાંકાનેરમાં મામલતદાર ઓફિસ પાસે રાજકોટ રોડ ઉપરથી પસાર થઈ હતી દરમિયાન તેઓના બાઈકની આડે ગાય આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબીમાં ગઢની રાંગ વિસ્તારમાં રહેતા મુસ્કાનબેન કાસમભાઇ સોલંકી (23) નામના મહિલા ગત તા. 25/7 ના રોજ સાંજના સમયે બાઇકમાં બેસીને વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ મામલતદાર ઓફિસ સામે પચ્ચીસ વારીયા જકાતનાકાથી આગળના ભાગમાં પસાર થઈ રહી હતી ત્યારે તેઓના બાઈકની આડે રસ્તા ઉપર ગાય આવી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થહોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના નવા ધનાળા ગામે રહેતા નસિંગ (22) નામના યુવાનને રાપર ગામના પાટીયા પાસે માળિયા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

આધેડને પથ્થર માર્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ સુરાભાઈ ખાંભલા (50) નામના આધેડને સનાળા પોલીસ ચોકી નજીક ધીરુભાઈ ગઢવી નામના રીક્ષા ચાલકે પથ્થર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને રીક્ષાના પેસેન્જર બાબતે બોલાચાલી ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે.




Latest News