મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનું ટાયર કોઈ કરણસર ફાટી ગયું હતું અને રીક્ષા આગળ જતી બોલેરો ગાડીમાં અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં રિક્ષા ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ  બનાવની પોલીસને જાણ કરી હતી

મોરબીના નાનીવાવડી ગામે રહેતા પ્રવીણભાઈ ગોપાલગીરી ગોસ્વામી (38) નામનો યુવાન રીક્ષા લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસે આવેલ હોન્ડાઈના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષાનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ આગળ જતી બોલેરો ગાડીમાં રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ કર્યો હતો જે બનાવમાં પ્રવીણભાઈને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીના બેલા ગામના ગેટ પાસેથી મીરા શર્મા (30) નામની મહિલા બેભાન હાલતમાં મળી આવતા તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ પાવડીયારી પાસે આવેલ કારખાનામાં ટ્રક લઈને આવેલ અશોકભાઈ ભૂરખારામ ચૌધરી (ઉંમર ૩૦) રહે.ઘોઘાણીયા જોધપુર રાજસ્થાન વાળાને પાર્કિંગ નજીક ટ્રક સાથે અકસ્માત બનાવમાં ઇજા થઈ હતી.જેથી સારવાર માટે મોરબીના જેતપર ગામે પીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ બેલા ગામે વિરાટનગરની પાસે આવેલ કારખાના નજીક મારામારીના બનાવમાં ત્યાં રહેતા ગીરીશભાઈ ભગવતસિંહ રાજપૂત (૨૬) ને માથામાં ઇજા થઈ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કાલિકાનગર ગામે રહેતો સબીર જાકીરહુસેન અન્સારી નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ અકળ કારણોસર તેના ઘરે અડધી બોટલ કેમિકલ પી ગયો હતો.જેથી કરીને તેને અહિંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News