મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય


SHARE





મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય

મોરબીમાં આવેલ સિરામિક કારખાનામાં તૈયાર માલને પેક કરવા માટે બોક્સની સપ્લાય કરવામાં આવતી હોય છે તે બોક્સ બનાવતા પેકેજીંગ યુનિટનું જે એસોસિએશન છે તેની તાજેતરમાં મીટીંગ મળી હતી જેમાં ખાસ કરીને છેલ્લા છ મહિનાથી જે કારખાનેદાર પાસેથી રૂપિયા લેવાના બાકી છે તેમના દ્વારા રૂપિયા આપવામાં આવતા નથી અને તેઓને વારંવાર કહેવા છતાં પણ રૂપિયા નીકળતા નથી જેથી મંદીના સમયમાં ટકી રહેવા માટે પેકેજીંગ એસોસિયેશન દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે અને બાકી રૂપિયા જે કારખાનેદારના હોય તે રૂપિયા ન આપે તો મોરબીના એક પણ પેકેજીંગ યુનિટ ધારક દ્વારા ત્યાં બોક્સની સપ્લાય કરવામાં નહીં આવે અને આગામી સમયમાં જરૂર પડે તો અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ સુધી કારખાના બંધ રાખવા પડે તો પણ તમામ સભ્યોએ તૈયારી દર્શાવી છે

મોરબીમાં તાજેતરમાં પેકજિંગ પ્લાન્ટ એસો.ની મિટિંગ મળી હતી જેમાં વધેલા રોમટીરીયલના કારણે અને ફસલાયેલા પેમેન્ટની ઉધારી વાળી કંપનીઓને જાણ કરીને એક વાર ૧૫ દિવસની મુદત આપવામાં આવે છે છતાં પણ જો બાકીનું પેમેન્ટ ન આપવામાં આવે તો આવી કંપનીનું નામ બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે અને તેને જાહેર કરીને કંપનીમાં માલની સલ્પ્લાય બંધ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવેલ છે આટલું જ નહીં પરંતુ તે કંપનીનું નામ જાહેરાત કરવામાં આવશે અને મોરબીની કોઈપણ બોક્સ બનાવતી કંપની બાકી રાખીને પેમેન્ટ નહીં આપતી કંપનીમાં માલની સપ્લાઈ કરશે નહીં. અને પેપર મિલમાં છેલ્લે વધારો કરવામાં આવેલ છે તો પણ સિરામિક મંદીના કારણે બોક્સના ભાવ રાબેતા મુજબ યથાવત રાખીને કોઈ જાતનો ભાવ વધારો કરવામાં આવેલ નથી અને સિરામિકને રાહત આપી છે તેમ છતાં પણ જે કંપનીના રૂપિયા બાકી છે તે રૂપિયા નહીં આપે તો બોક્સની સપ્લાય બંધ કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ પાર્થભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ રાજુભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મંદીના સમયમાં જરૂર પડે તો વીકમાં ૨થી ૩ દિવસ પ્લાન્ટ પણ બંધ કરવા પડે તો બંધ કરવાની બધાય કારખાનેદારોએ સહમતી આપી છે ઉલેખનીય છે કે, ઘણા ગ્રાહકો દ્વારા 6 મહિના સુધી પેમેન્ટ આપવામાં આવતું નથી જેથી આવા બાકીદારોના નામ ભવિષ્યમાં લિસ્ટ બનાવીને સિરામિક અસોસિયનને આપવામાં આવશે અને પછી બોક્સની સપ્લાય બંધ કરવામાં આવશે




Latest News