મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ


SHARE







મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ

 

મોરબી એ ડીવીઝન પોલીસે શહેરના ત્રણ જુદા જુદા વિસ્તારોમાં રેડ કરીને 15 બોટલ દારૂ પકડી પાડી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરેલ છે. શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ ખાતે રોડ ઉપરથી પસાર એકસેસ સ્કુટર નંબર જી.જે.36 એડી 4768 લઈને નીકળેલા મનીષ ઉર્ફે પેન્ગો જયકીશનભાઈ સનાવડીયા મુળ રહે. સુરેન્દ્રનગર હાલ રહે. સતનામ એપાર્ટમેન્ટ રણછોડનગર, નવલખી રોડને અટકાવીને ચેક કરતા તેની પાસેથી દારૂના તેર ચપલા કિંમત રૂા.1560નો જથ્થો મળી આવતા દારૂ તથા સ્કુટર મળીને 51,560નો મુદામાલ જપ્ત કર્યો હતો અને પુછપરછમાં સુરેન્દ્રનગરના ધીરૂનું નામ ખુલતા બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

તેમજ વજેપર વિસ્તારમાંથી એક બોટલ દારૂ કિંમત રૂા.1900નો મુદામાલ મળી આવ્યો હતો. જેમાં અરવિંદ દાદુભાઈ બાદી રહે.વજેપર દેવરાજ બાબુ છુછીયા અને ભરત રમેશભાઈ બાટી રહે. બંને ખડીયાવાસ લીલાલય રોડ એમ ત્રણના નામ ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી અને એક બોટલ દારૂ કિંમત રૂા.ત્રણસો સામે મળી આવેલા ભગવાનજી ઉર્ફે ભાવિક બચુભાઈ રાઠોડ (31) રહે. ચાંચાવદરડા તા.માળીયા (મીં) સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારી
લીલાપર ચોકડી પાસે આવેલી પાર્થ પેપરમિલ ખાતે રહી ત્યાં મજુરીકામ કરતા અરવિંદ રઘુવીરસિંગ ઠાકુર (32)ને મારામારીના બનાવમાં ઈજા કરતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. જેતપર ગામ થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા સુનિલ ઉકાભાઈ દેગામા (29) રહે.પાણીના ટાંકા પાસે ઈજા થયેલ હતી તેમજ સામા પક્ષેથી ઈજાગ્રસ્ત થયેલા કાસમ હનીફભાઈ બુખારી અને અસ્લમ હનીફભાઈ બુખારી રહે.બંને જેતપરને ઈજાઓ થયેલ હોય ત્રણેયને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
હળવદના ચરાડવા ગામે રહેતો બીરેશ મહેશભાઈ રાજપુર નામનો 19 વર્ષનો યુવાન ગામમાં કામ કરતો હતો ત્યારે ગ્રાઈન્ડર મશીનમાં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયો હતો. જયારે વાંકાનેરના પ્રતાપગઢ ગામે ખેતરમાં કામ દરમ્યાન ઝેરી દવા ઉડતા રામજી નાગરભાઈ બલાનીયા (17)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

હળવદના ઘનશ્યામપુર ગામે ઘનશ્યામભાઈની વાડીએ રહેતા મજુર પરિવારની સિદ્ધિ શૈલેષભાઈ તડવી નામની બે વર્ષની બાળકી વાડીએ રમતી હતી ત્યારે ગરમ દાળના તપેલામાં દાજી ગયેલ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવી હતી.

મહિલા સારવારમાં
રાજપર ગામે ગૌશાળા પાસે એકઝેટ પેકેજીંગના લેબર કવાર્ટરમાં રહેતા વર્ષાબેન તપનભાઈ બીન્દાણી લુહાર (19) કવાર્ટરમાં સાપ કરડી જતા સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હસનપર ગામે રહેતા કલ્પેશ શંકરભાઈ દરદરા નામનો 20 વર્ષનો યુવાન ગામ નજીક આવેલા ઓવરબ્રીજ પાસે દવા પી ગયો હોય તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી-2 ગુ.હા.બોર્ડ પાછળ પાવન પાર્કમાં રહેતો જીજ્ઞેશ બાબુભાઈ પાંડા (20) નામનો યુવાન ઘરે જાતે હાર્પિક ટોઈલેટ કલીનર પી ગયો હોય સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. માળીયા હાઈવે ટીંબડી ગામની પાસે ઓએસીસ સિરામીક પાસે રહેતા લક્ષ્મીબેન અનિલભાઈ પીરોલે (23) ને લેબર કવાર્ટરમાં સાપ કરડી ગયો હતો જેથી અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News