મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે હરપાલસિંહની વાડીએ રહી મજુરી કામ કરતો સેંકડોભાઇ બાબુભાઇ નામનો 35 વર્ષનો યુવાન બાઇક લઇને ગામ નજીકથી કામ સબબ જતો હતો ત્યારે તેનું વાહન સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયો હતો જેથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. જો કે ત્યાં પણ સારવાર કારગત નહીં નિવડતા તા.19ના રોજ તેનું રાજકોટ ખાતે મોત નિપજ્યું હતું. રાજકોટ ખાતેથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસે નોંધ કરેલ છે જેની આગળની તપાસ બીટ જમાદાર વિજયભાઇ મિયાત્રા ચલાવી રહ્યા છે.
બાઇક-ટ્રક અકસ્માત
મોરબીના ટંકારા-જામનગર હાઇવે ઉપર પરિવાર ક્વાર્ટર પાસે બાઇકને ટ્રકના ચાલકે હડફેટે લેતા એક અજાણ્યો પુરુષ ઉ.વ.30 તથા સુંદર કિરાટ (32)ને અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે હળવદના કોયબા ગામે ઝેરી દવા પી જતાં રણજીત બચુભાઇ નાયકા (45)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. નારૂભાઇ નેવલભાઇ રાઠવા (30, રહે. ચંદ્રગઢ, તા. હળવદ)એ પણ વાડી વિસ્તારમાં દવા પી લીધી હોય તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
સાપ કરડી ગયો
વાંકાનેરના તિથવા ગામે રહેતા રમેશ મેરૂભાઇ કોળી નામના આધેડને વાડીએ સાપ કરડી ગયેલ હોય, વાંકાનેર બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જ્યારે મોરબી પખાલી શેરીમાં રહેતા કુલદિપ મનોજભાઇ કૈલાને કિશોરભાઇએ માર માર્યો હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાનનું મોત
ટંકારા તાલુકાના લતીપર ગામે મુન્નાભાઇની વાડીએ રહીને મજુરી કામ કરતો લક્ષ્મણ વાલજીભાઇ માળી નામનો 23 વર્ષનો યુવાન વાડીએ ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન લક્ષ્મણ માળીનું મોત નિપજ્યું હતું. એ-ડીવીઝન પોલીસ મથકના એસ.કે. બાલાસરાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.
મારામારી
સામાકાંઠે માળીયા ફાટક પાસેના કાંતિનગરમાં રહેતા મદીનાબેન સલીમ જામ (45)ને ઘરે પતિએ માર માર્યો હોય સિવિલે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મહેન્દ્રનગર ગામેથી ઘુંટુ જતા રસ્તે રોડ અકસ્માત બનાવમાં ઇજા થતાં ભાગ્યશ્રીબેન ચૌહાણ (32, રહે. ઘુંટુ)ને સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
ભડીયાદ રોડ નઝરબાગ રેલવે સ્ટેશન સામે બૌધ્ધનગરમાં રહેતા દલસુખ લક્ષ્મણ પારધી અને ગૌતમ દલસુખને ત્યાં આવેલ આંબેડકર સ્ટેચ્યુ પાસે મારામારીમાં ઇજા થતાં બંને 108 વડે અત્રેની સિવિલે સામસામે અથડાયા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા આશિફખાન (28, રહે. હરીયાણા)ને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અકરમપર ગામે વાડી વિસ્તારમાં સાપ કરડી જતાં જગદીશ નવલસિંહ રાઠવા (10) નામના બાળકને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો









