મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન


SHARE





મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન

મોરબીના પરા બજાર મેઇન રોડ ઉપર મોહિતભાઈ  ભરતભાઈ રાવલ (કાર્તિક) તેમના પરિવાર દ્વારા વર્ષ 2006 થી દર વર્ષે ઘર ગણેશ મહાઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દુંદાળા દેવ ગણપતિનું આગમન થઈ ચૂક્યું છે ભક્તોના તમામ વિઘ્ન હરનારા વિઘ્નહર્તા સુખ કરતા દુઃખ હરતા લંબોદર વિનાયક શ્રી ગણપતિ ગજાનંદનો ભવ્ય સ્વાગત આગમન અને પૂજન અર્ચનનો સમય આવી ગયો છે.

આજથી 20 વર્ષ પહેલાં જ્યારે મોરબીમાં બહુ જૂજ ગણેશ ઉત્સવનું આયોજન થતું હતું ત્યારના સમયે એટલે કે 2006માં ઘર ગણેશનું આયોજન કરવાની એક નવી પરંપરાનો ઉદય કર્યો હતો મોરબીમાં જે તે સમયે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગણપતિ આયોજનો થતા હતા. શ્રી ગણપતિજીની દયાથી અને તેમના આશીર્વાદથી સતત 21 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. ગણેશ ઉત્સવને આપણે સૌ કોઈ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવીએ છીએ મૂળ મહારાષ્ટ્રનો આન બાન શાન ગણાતો તહેવાર હવે ગુજરાતમાં પણ ધામધૂમ રોનક અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે ત્યારે ગણપતિ પાસે આપણે સૌના સ્વાસ્થ્ય સૌનું કલ્યાણ અને વૈશ્વિક શાંતિની અપેક્ષા રાખીએ અને સૌના સકલ મનોરથ પૂરા કરે તેવી પ્રાર્થના  પણ કરીએ છીએ. ખાસ કરીને લંબોદર દેવ ગણેશજીના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે તેમની ઝીણી આંખો તેમના દુનિયાના કોઈપણ છેડામાં છુપાયેલા ભક્ત ના દુઃખ દર્દ જોઈ શકે છે તેમના મોટા કાન દરેક ભક્તોની વાત સાંભળી શકે છે તેમનું મોટું પેટ હર એક ભક્તોની વાતને પોતાના સુધી પચાવી શકે છે અને તેમના ચાર ભુજાવાળા હાથ તેમના ભક્તોના મદદ કલ્યાણ અને સહાય માટે હંમેશા તત્પર રહે છે.




Latest News