મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પછાત વર્ગના વિદ્યાર્થીઓ રહે છે અને તેઓને પીવાનું પાણી અને ન્હાવા વાપરવા પાણીની સુવિધા નથી જેથી બોરના પાણીનો બાળકોને ઉપયોગ કરવો પડે છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રી દ્વારા ડીડીઓ મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
હાલમાં મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઇ સીરોહિયા દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, રફાળેશ્વર ગામે સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી આદર્શ નિવાસી શાળા આવેલ છે તેમાં આશરે ૨૦૦ જેટલા પછાત વર્ગના વિદ્યર્થીઓ પોતાના ભવિષ્ય માટે સરકારની ગ્રાંન્ટમાંથી રહેવા, જમવા, શિક્ષણ સહિતની સુવિધા આપવામાં આવે છે જેથી કરીને આજુબાજુમા ગામડામાં રહેતા પરિવારના બાળકો ત્યાર ભણવા માટે આવે છે જો કે, ઘણા સમયથી પીવા માટે પાણીની વ્યવસ્થા નથી અને ન્હાવા માટે પાણીનો બોરમા ખારાસ વાળું પાણી આવે છે તેનો ઉપયોગ કરવો પડે છે જેથી કરીને બાળકોને શરીરમાં ખંજવાળ આવે છે અને ચામડીના રોગો થવાન ભીતી છે. માટે હાલમાં પીવા માટે વેચાતુ પાણી લેવામાં આવે છે જો કે, બાજુમાં જ મચ્છુ-૨ ડેમ આવેલ છે તો આ બાળકો માટે તાત્કાલીક પાણીની લાઈન ફિટ કરીને શુદ્ધ પાણી તેઓને પીવા અને વાપરવા માટે માટે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રી અને પાલિકાના પૂર્વ સભ્ય સુરેશભાઇ શિરોહીયા અને પાલિકાના પૂર્વ સભ્ય જસવંતિબેન શિરોહીયાએ કરી છે.