મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ


SHARE





મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ

મોરબી મહાપાલિકમાં સમાવેશ કરવામાં આવેલ રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા તથા અન્ય સોસાયટીમાં રહેતા લોકોએ અગાઉ ગ્રામ પંચાયતમાં ટેક્સ ભરેલો છે તો પણ તેઓની પાસેથી વર્ષ ૨૦૧૩ થી વેરાની વસૂલાત કરવામાં આવે છે જેથી મિલકત ધારકો પાસેથી મનપા દ્વારા વધારે ટેકસ લેવામાં આવે છે જેથી મોરબી સીટી/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મનપાના મેયરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.

મોરબી સીટી/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મનપાના મેયરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેના જણાવ્યુ છે કે, મોરબીના ગ્રામ્ય વિસ્તાર રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકતશનાળા તથા અન્ય વિસ્તારનો વર્ષ ૨૦૨પ થી મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ છે. હવે ત્રાજપરના સર્વેમાં ફલોરા હોમ્સ, નટવર પાર્ક વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગરના સર્વે નં. માં આવતી તમામ સોસાયટીઓના ગ્રાહકોએ વર્ષ ૨૦૨૫ સુધીનો હાઉસ ટેકસ ભરપાઈ કરી આપેલ છે. તો હવે સવાલએ ઉભો થાય છે કે, આ તમામ સોસાયટીઓને કયારે પણ જાણ કરવામાં આવેલ નથી કે તમો ૨૦૧૩ થી મોરબી નગરપાલિકામાં આવો છો. હવે જયારે મહાપાલિકામાં આવી એટલે મકાનધારકો પાસેથી ટેકસની ઉઘરાણી શરૂ કરવામાં આવેલ છે અને ટેકસ નહીં ભરો તો પાણી અને ગટરના કનેકશન કાપી નાખવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવે છે. અને જો આ રીતે ટેક્સ ભરવાનો થાય તો દરેક આસામીને ૪૫,૦૦૦ જેટલો ટેક્સ ભરવાનો થાય તેમ છે. જો મિકલત ધારકોએ ગ્રામ પંચાયતમાં ટેક્સ જમા કરાવેલ હોય તો તેની પાસેથી કેમ ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને મહાનગરપાલિકા ૨૦૨પ માં અસ્તિત્વમાં આવેલ છે તો ટેકસ પણ ૨૦૨૫ થી લેવો જોઈએ અને મહાપાલિકાએ ૨૦૧૩ થી કયા આધારે ટેક્સની ગણતરી કરેલ છે. તે આસામીઓને સમજાતું નથી જેથી વેરા બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ  લાલજીભાઈ મહેતાએ માંગ કરી છે.




Latest News