મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
SHARE
મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
મોરબીમાં ભાજપના આગેવાન અને મહિલા કોર્પોરેટરના પતિ સામે તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે જે ગુનામાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે તે બાબતે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેઓએ કહ્યું હતું કે, આ ઘટના 5 વર્ષ પહેલાની છે જેથી કરીને હાલમાં સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેમજ આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસની ટીમ જુદીજુદી દિશાના તપાસ કરી રહી છે.
મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષભાઈ માકાસણા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ ગત તા.9/9 ના રોજ દુષ્કર્મ ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ શૈલેષભાઈ લેડીશ કાપડનો ધંધો કરતા હતા ત્યારે ભોગ બનેલ મહિલા તેના સંપર્કમાં આવી હતી. અને બાદમાં મહિલાના પતિને ગંભીર બીમારી હોવાથી તેને રૂપિયાની જરૂર હતી ત્યારે પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયા શૈલેષભાઈ પાસેથી લીધેલા હતા ત્યાર બાદ આ મહિલા રૂપિયા આપી શકે તેમ ન હોય તે મહિલાની સાથે શૈલેષભાઈએ દુષ્કર્મ કર્યું હતું. જો કે, ભોગ બનેલ મહિલાના પતિને ગંભીર બીમારી હોય તેઓને સ્ટેમસેલની (બોનમેરો) લેવાની જરૂર પડી હતી અને મહિલાના દીકરાને સ્ટેમસેલ લેવામાં આવ્યા તે તેના પતિની સાથે મેચ ન થતાં સમગ્ર ઘટના સામે આવી છે અને ત્યાર બાદ મહિલાએ ફરિયાદ નોંધાવેલ છે. આ મામલે મોરબીના ડિવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ભોગ બનેલ ફરિયાદી મહિલા સાથે શૈલેષભાઈએ દુષ્કર્મ કર્યું હોવાની તેને ફરિયાદ નોંધાવેલ છે જો કે, બનાવ 5 વર્ષ પહેલા બનેલ છે જેથી કરીને એ ડિવિઝન પોલીસ દ્વારા સાયન્ટિફિક અને સયોગિક પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે સાથો સાથે આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.









