મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે
મોરબી કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા બાળ સંભાળ ગૃહના બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કરવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે તેમના અભ્યાસ, શાળામાં પડતી મુશ્કેલીઓ અને ભવિષ્ય અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવાયું છે.