સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીથી ચોરી, મોરબીમાંથી બાઈક ચોરાયુ


SHARE





વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીથી ચોરી, મોરબીમાંથી બાઈક ચોરાયુ

વાંકાનેરમાં આવેલ દિગ્વિજયનગર સોસાયટીમાં આધેડે પોતાના ઘર પાસે તેની ઈકો ગાડી પાર્ક કરીને રાખી હતી જેની ડુપ્લીકેટ ચાવી વડે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ત્રણ લાખ રૂપિયાની કિંમતની ઈકો ગાડીની ચોરી થઈ હોવાની આધેડે સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જ્યારે મોરબીમાં પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાંથી બાઇકની ચોરી થઈ હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરમાં જસદણ સિરામિકની બાજુમાં આવેલ દિગ્વિજયનગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ પોપટભાઈ બોચિયા (50) એ અજાણ્ય શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘરની બહારના ભાગમાં પોતાની ઈકો ગાડી નંબર જીજે 36 એલ 1975 પાર્ક કરીને મૂકી હતી જે ઈકો ગાડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ત્રણ લાખ રૂપિયાની કિંમતની ઈકો ગાડી ની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર કોચલની વાડીમાં રહેતા જગદીશભાઈ ધનજીભાઈ ચાવડા (36)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં ભરાતી રવિવારી બજારમાં તેઓ પોતાનું બાઈક નં જીજે 3 ડી આર 6746 લઈને ગયા હતા અને ત્યાંથી તેનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું છે જેથી કરીને 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે




Latest News