સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી


SHARE





મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ધાર્મિક ગુજરાતી ફિલ્મ કાનો નિઃશુલ્ક બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછાત વિસ્તારના વડીલો, માતા-બહેનો, યુવાનો અને બાળકોએ પરિવાર સાથે આ ફિલ્મને નિહાળી હતી.

આ આયોજનનો હેતુ માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનો નહોતો, પરંતુ બદલાતી જીવનશૈલી વચ્ચે ધીમે ધીમે ઓસરતી પારિવારિક આત્મીયતા, ધાર્મિક સંસ્કાર અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. કાનોજેવી ગુજરાતી ધાર્મિક ફિલ્મો દ્વારા ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા સંદેશને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ કહ્યું હતું કે, સમાજનું ભવિષ્ય માત્ર આર્થિક વિકાસથી ઘડાતું નથી, પરંતુ સંસ્કાર, પરિવારભાવના અને નૈતિક મૂલ્યો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. પરિવાર જ્યારે એકસાથે બેસીને ધર્મ, સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનો સંદેશ આપતી કૃતિ નિહાળે છે ત્યારે તે માત્ર મનોરંજન પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ નવી પેઢીના ઘડતરમાં પણ યોગદાન આપે છે. વધુમાં કહ્યું હતું કે, “પરિવાર જ્યાં સાથે બેસે છે ત્યાં સંવાદ જન્મે છે, સંવાદમાંથી સંસ્કાર જન્મે છે અને સંસ્કારમાંથી જ મજબૂત સમાજનું નિર્માણ થાય છે.




Latest News