હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર


SHARE







જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર

મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે દરમિયાન અત્યાર સુધીમાં વધુ 10 સહિત અંદાજે 40 જેટલા ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે અને જો વીજલાઇનના વળતર માટે ખેડુતોની માંગણી મુજબ વહેલી તકે સરકાર દ્વારા પરીપત્ર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી વર્ષ 2027 ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને પસ્તાવાવું પડશે તેવી ચીમકી હાલમાં ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા 3 મહિનાથી ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર સામે પૂરતા અને પહેલા વળતરની માંગ સાથે ખેડૂતોની આંદોલન ચાલી રહ્યું છે. દરમ્યાન ખેડૂતોની માંગણી મુજબનું નહીં પરંતુ સરકારે તેની મરજી મુજબ નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી જેનો ખેડૂત દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ છે અને આંદોલન ચાલુ જ રાખવામા આવ્યુ છે અને ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેવી માહિતી જેતપર આંદોલન સમિતિના સભ્ય જયંતિભાઈ ભીમણી દ્વારા આપવામાં આવી હતી.

રાપરના ખેડૂત મહાદેવભાઇ વીડજા અને અણીયારીના ખેડૂત બાવરવા લલિતભાઈએ જણાવ્યુ હતું કે, ખેડૂતોએ તેની માંગણીઓ સરકાર સુધી પહોચાડી હતી તો પણ સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું વળતર મળે તે પ્રકારનો હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હવે ગામો ગામ ભાજપના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. અને જો વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ભાજપના ઉમેદવારો અને ભાજપ પક્ષે ગામમાં મત માંગવા માટે આવવું નહીં તેવા ભાજપની ગામમાં પ્રવેશબંધીને લગતા બેનરો ગામો ગામ લગાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ઘણી ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પૂરતું વળતર ખેડૂતોને આપવામાં આવતું નથી જેથી ખેડૂતો હક માટે આંદોલન કરી રહ્યા છે અને મોરબીના જેતપર ગામેથી શરૂ થયેલા આંદોલનને અન્ય જિલ્લાઓમાંથી પણ સમર્થન મળી રહ્યું છે તેવામાં મોરબી જિલ્લાના ધીમેધીમે કરતાં એક કે બે નહીં પરંતુ 40 જેટલા ગામોમાં ખેડૂતોને ખાનગી વીજ કંપની પાસેથી વધુ વળતર મળે તે માટે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર ન કરવામાં આવે તો આગામી વર્ષ 2027 માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે મત માંગવા માટે આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવી રહ્યા છે.

જેતપરના ખેડૂત આગેવાન મયુરભાઈ જાકાસણીયાએ જણાવ્યુ હતું કે, પહેલા જેતપર રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા, ખીરાઈ બેલા, પીપળી, ધરમપુર, હરિપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટલીગામ (અમરનગર), ક્રુષ્ણનગર, ગૂંગણ, ગાળા, પીલુડી, નવા દેવળીયા, જબલપુર, અણીયારી સહિતના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશ બંધીના બેનર લાગ્યા હતા ત્યાર બાદ જીવાપર (આમરણ), રાજપર (કું), ઓમનગર (ખારચીયા), આમરણ, ડાયમંડનગર, બેલા (આ), ઓમનગર (નવા ખારચીયા) હજનારી, મોડપર, વીરપરડા, પીપળીયા, લૂંટાવદર, ખાખરેચી, જેપુર, ખાખરાળા, ખેવારીયા, બરવાળા, કાંતિપુર હજનાળી, માણેકવાડા સહિતના ગામોમાં ભાજપની પ્રવેશબંધીને લગતા બેનર લગાવવામાં આવેલ છે અને જો ખાનગી કંપનીની ખેડુતોને વીજપોલ અને કોરિડોર માટે પૂરતું વળતર આપે તેના માટેનો જરૂરી પરીપત્ર સરકાર નહીં કરે તો 2027 ની ચુંટણી પછી ભાજપ પક્ષને પસ્તાવો થશે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે.






Latest News