મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી
SHARE
મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી
મોરબીના લાભનગર પાસે સરકારી પોલીસ બોલેરો ગાડીના ચાલકે અકસ્માત કર્યો હતો જેની ફરિયાદ નોંધાયેલ હતી અને વાહનનો ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવેલ છે જો કે, ટંકારા તાલુકાનાં સજનપર ગામ પાસે બંગલામાં રેન્જ આઇજીની ટીમે જુગારની રેડ કરી હતી જેના પગલે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી કરવામાં આવેલ છે.
મોરબીમાં ગત જાન્યુયારી માહિનામાં વેજીટેબલ રોડ પર રહેતા જગદીશભાઈ અગેચણીયાએ 112 જનરક્ષક પોલીસ વાનના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, જનરક્ષક પોલીસ વનના ચાલકે ધરમપુર રોડ પર લાભનગર પાસે તેની સરકારી પોલીસ બોલેરો ગાડી જીજે 36 જી 0193 બેદરકારીથી ચલાવી હતી અને ફરિયાદીની રીક્ષા જીજે 36 ડબલ્યુ 4462 સાથે ભટકાડી હતી અને પાછળ આવતી ઇકો સ્પોર્ટ કાર જીજે 36 જેઆર 7676ને પણ વાહન અથડાવ્યું હતું જે બનાવમાં રીક્ષામાં બેઠેલ મહિલાઓ સહીત પાંચ વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેઓને સારવારમાં પણ લઈ ગયા હતા. અને આ બનાવની તપાસ દરમ્યાન સરકારી બોલેરો ગાડીના ચાલક અજય લાવડીયાનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેના રીપોર્ટમાં અજય લાવડીયા નશાની હાલતમાં વાહન ચલાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા અજય લાવડીયાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને તેની સાથે રહેલા ઇન્ચાર્જ પોલીસ કર્મચારી સામેની તપાસ હાલમાં ચાલી રહી છે તે પૂર્ણ થયા બાદ તેની સામે પણ પગલાં લેવામાં આવશે.તેવુ એસપી પાસેથી જાણવા મળેલ છે.
જયારે ટંકારા તાલુકાનાં સજનપર ગામ પાસે આવેલ ઓમ વિલાના બંગલામાં ગત તા.19 જુલાઈના રોજ રેન્જ આઇજીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે બંગલામાં જુગાર રમતા હાર્દિક લાભુભાઈ માકાસણા, જયેશ કાનજીભાઈ પડસુંબીયા, ઉત્તમ દલસુખભાઈ ઘૂમલીયા, નરોત્તમભાઈ વિરજીભાઈ ફેફર, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી, રાજેશ કરશનભાઈ ભીમાણી, ચેતન ધીરજલાલ ચીકાણી, જીગ્નેશ ડાયાભાઇ કાચરોલા અને દેવશંકર હિમતલાલ સીતાણી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા 24,30,800 તેમજ 9 મોબાઈલ, 2 કાર સહીત કુલ 44,76,800 નો મુદમાલ જપ્ત કર્યો હતો. અને ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો ત્યાર બાદ હવે જુગારની રેડના પગલે ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલાની ભુજ ખાતે બદલી કરવામાં આવેલ છે.