મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE







































વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બ્રિજ નજીકથી અજાણ્યા 35 વર્ષના યુવાનને મૃત હાલતમાં 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે ઢુવા ચોકડી નજીક આવેલ વિકાસ હોટલના બીજા માળ ઉપરથી યુવાન અકસ્માતે નીચે પટકાયો હતો જેથી તેને માથામાં અને શરીરે ઇજાઓ થતાં તે યુવાનનું મોત નીપજયું હતુ આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ઢુવા ગામ પાસે નેશનલ હાઈવે રોડના બ્રિજ નજીકથી અજાણ્યા 35 વર્ષના યુવાનને 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા તથા તેના વાલી વારસને શોધવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે જયારે મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ વિકાસ હોટલની બાજુમાં આવેલ ખોડીયાર રેસ્ટોરન્ટના પહેલા માળે રૂમ નંબર 2 માં રહેતો મનીષ સુંદરલાલ મહેરા (30) નામનો યુવાન કોઈપણ કારણોસર વિકાસ હોટલના બીજા માળેથી અકસ્માતે નીચે ભોંય તળિયે પડયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News