સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો


SHARE



































મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ હોટલની બાજુમાં મફતીયાપરામાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 446 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,190 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રિજન્ટા હોટલની બાજુમાં મફતીયાપરામાં રહેતા સતિષભાઈ પરમારના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત બી ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાના-મોટી ફૂલ મળીને 446 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,190 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સતિષભાઈ તેજાભાઈ પરમાર રહે. રિજન્ટા હોટલની બાજુમાં મફતીયાપરા મોરબી વાળો મળી આવ્યો હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશ બચુભાઈ પરસોડા (32) અને ગૌરીબેન મનુભાઈ પરસોડા (39) રહે. બંને લાલપર, બેબીબેન અશોકભાઈ લીંબડ (32), મેહુલ અશોકભાઈ લીંબડ (12) અને શંકર અશોકભાઈ લીંબડ (9) રહે. ત્રણેય આમરણ વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (34) નામના યુવાનને રેલવે સ્ટેશન નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે


















Latest News