મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ


SHARE





શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ


શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અનેકવિધ સેવા કાર્યો કરે છે .ત્યારે આ મોંઘવારીના સમયમાં સરકારી શાળામાં મધ્યમવર્ગ અને મજૂરી કરીને પોતાનું પેટીયુ રળતા લોકોના બાળકો અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવતા  હોય છે.તેમને માત્ર કોઈનો થોડો સાથ સહકાર મળે તો સરકારી શાળાના બાળકો પણ ઉતમ પરિણામ લાવતા હોય છે.

ત્યારે શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલા દ્વારા આવા બાળકોને પ્રોત્સાહન મળે અને તેમનામાં ઉત્સાહનો વધારો થાય તેવા ઉમદા હેતુથી દાતાઓના સહયોગથી એકદમ રાહત દરે એટલેકે ૧૬૦ પેઝના ૭ નંગ ચોપડા માત્ર ૧૦૦ રૂપિયામાં મોરબી જીલ્લાની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની માત્ર સરકારી શાળાના બાળકોને વ્હેલા તે પહેલાના ધોરણે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી આપવાનું  આયોજન કરેલ છે.તો સરકારી શાળાના પ્રિન્સિપલઓએ પોતાની સ્કૂલના બાળકોને આ લાભ આપવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી રશ્મિકાબેન રૂપાલા મો.૯૯૨૫૪ ૧૦૩૩૩ નો સંપર્ક કરીને પોતાના વિધ્યાર્થીઓ માટેની જરૂરિયાત મુજબના ફૂલ્સકેપ ચોપડા મેળવવા માટે સંપર્ક કરવા જણાવેલ છે.




Latest News