ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ


SHARE











ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા આજે શનાળા રોડ સ્થિત ભાડેસિયા હોસ્પિટલ તથા OMVVIM કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને કેન્દ્રમાં રાખી આયોજિત રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નાગરિકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

શૈક્ષણિક ખર્ચમાં રાહત મળે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા A4 સાઇઝની ઉચ્ચ ગુણવત્તાવાળી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકો રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બજાર કિંમતની સરખામણીએ ખૂબ જ ઓછા દરે નોટબુકો મળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક હિંમતભાઈ મારવણીયા, શાખા કન્વીનર (સેવા) રાજુભાઈ ડાંગર સહિત પરિષદના તમામ સભ્યો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.ચિરાગભાઈ અઘારા, ડૉ. જયેશભાઈ પનારા, વિનુભાઈ મકવાણા, રાજેશભાઈ ડાંગર, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર, ગોપાલભાઈ મૂછડિયા, ચિરાગભાઈ વડસોલા, હરેશભાઈ બોપલીયા, પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, રતિલાલભાઈ ચંદ્રાલા, હરદાસભાઈ જાકાસણીયા તથા વ્રત અઘારા દ્વારા વિશેષ સહયોગ અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ સાથે સભ્ય તરીકે જોડાવા માટે અપીલ કરવામાં આવે છે. પરિષદમાં સભ્યપદ મેળવવા તથા વધુ માહિતી માટે મો. 99744 58658 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે






Latest News