મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા
SHARE
વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા
વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો ભત્રીજો અને તેના સંબંધી પણ તેની સાથે બાઈક ઉપર બેઠેલા હતા ત્યારે કારના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બાઇક ચલાવી રહેલ યુવાન તથા તેના ત્રણ વર્ષના માસુમ ભત્રીજાને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે બાળકનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જ્યારે બાઇક ચલાવી રહેલા યુવાનનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના સિટી સ્ટેશન રોડ ઉપર આવેલ ખીજડીયા એગ્રીકલ્ચર ખાતે રહેતા અને કામ કરતા સુનિલ લખનલાલ વિશ્વકર્મા (24) નામના યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 21 એએચ 3421 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ રામાપીરના મંદિર પાસેથી ફરિયાદીનો ભાઈ દુર્ગેશ લખનલાલ વિશ્વકર્મા (22) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળો પોતાનું બાઈક નંબર જીજે 3 એફએ 3888 લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે બાઈક ઉપર તેનો ભત્રીજો આયરવ ઉર્ફે વસંત (3) તથા તેના સંબંધી આકાશભાઈ રાજુભાઈ વિશ્વકર્મા (23) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા બેઠેલા હતા અને તેઓ બાઈકમાં જતા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ત્રણ વર્ષના આયરવને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ જયારે દુર્ગેશભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતુ જ્યારે આકાશભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.









