મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું


SHARE





માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

માળીયા તાલુકાનાં હરિપર પાસે આવેલ દેવ સોલ્ટ પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે અને તેના થકી અનેક સેવાકીય કામો કરવામાં આવે છે તેવામાં દેવ સોલ્ટ કાર્યક્ષેત્રની આસપાસ આવેલા તમામ ગામોની શાળાઓમાં આયોજિત વર્ષ 2026 ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિધાર્થીઓને સ્કૂલ-બેગ તથા જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને નોટબુકો પણ આપવામાં આવી હતી. આ વિતરણ કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની, ડૉ. દિવ્યમ ધોકિયા, પાર્થ પંચાલ, રમજાન જેડા તથા તાજમામદ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વ્યક્તિગત રીતે વિતરણ કર્યું હતું અને બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતા. ઉલેખનીય છે કે, આ ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે પ્રથમ વખત કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવેલ કેટલીક શાળાઓના વિધાર્થીઓને ટી-શર્ટ પણ આપવામાં આવ્યા હતા.




Latest News