મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

હળવદમાં નજીવી વાતે મહિલાને ગાળો આપીને માર માર્યો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE





હળવદમાં નજીવી વાતે મહિલાને ગાળો આપીને માર માર્યો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

વહળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતી મહિલાના ઘર પાસે આવેલ મહિલા સહિતના કુલ ત્રણ વ્યક્તિઓએ સાહેદ ક્યાં છે તેવું પૂછ્યું હતું અને ત્યારબાદ તેની સાથે બોલાચાલી કરીને મહિલાને ગાળો આપી હતી અને માર મારવામાં આવ્યો હતો તેમજ છરી બતાવીને ડરાવવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા ભારતીબેન ભરતભાઈ ખાવડીયા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેજલબેન મહેશભાઈ જાંબુકિયા, મહેશભાઈ થોભણભાઈ અને મેરાભાઈ દલવાડી રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને સાહેદ ક્યાં છે તેવું પૂછ્યું હતું અને ત્યારબાદ તેજલબેન અને મહેશભાઈ દ્વારા ફરિયાદીને ગાળો આપવામાં આવી હતી ત્યારે ફરિયાદી એ ગાળો આપવાની ના પાડતા તેજલબેને તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે મેરાભાઈ દલવાડીએ હાથમાં છરી રાખીને ફરિયાદીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. #morbi #મોરબી 




Latest News