અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી ટંકારા નજીક આઇસર અથડાતાં રિક્ષામાંથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત: બાળક સહિત 3 ને ઇજા માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં ડિવાઇડર કૂદીને ટ્રક કોંગ્રેસનાં આગેવાનની કાર સાથે અથડાયો: કારમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહિ મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન
Breaking news
Morbi Today

ટંકારા નજીક આઇસર અથડાતાં રિક્ષામાંથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત: બાળક સહિત 3 ને ઇજા


SHARE











ટંકારા નજીક આઇસર અથડાતાં રિક્ષામાંથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત: બાળક સહિત 3 ને ઇજા

જામનગરનો રહેવાસી પરિવાર રિક્ષામાં બેસીને મોરબીના રફાળેશ્વર ગામથી જામનગર તરફ જવા માટે થઈને ટંકારાના લતીપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે અચાનક ડાબી બાજુએ તેનું વાહન લેતા રોડ ની વચ્ચે આઇસર આવી ગયું હતું અને આઇસર તેમજ રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં રીક્ષાની અંદર બેઠેલ યુવાન રિક્ષામાંથી નીચે પડી જતા તેને માથાને શરીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જયારે તે યુવાનના પત્ની, દીકરા અને રીક્ષા ચાલકને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને મૃતક યુવાનના પત્નીએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જામનગરમાં એરફોર્સ રેલવે કોલોની ખેતીવાડી સામેના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા મીરાબેન નરસીભાઈ મકવાણા (39) હાલમાં આઇસર નંબર જીજે 3 એટી 1695 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર તાલુકા પંચાયતથી આગળના ભાગમાં રસ્તા ઉપરથી તેઓ તથા તેમના પતિ નરસીભાઈ મકવાણા અને દીકરો કાનો બધા મોરબીના રફાળેશ્વર થી જામનગર જવા માટે થઈને રીક્ષા નંબર જીજે 36 યુ 5622 માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે અચાનક ડાબી બાજુએ તેનું વાહન ચલાવીને રોડની વચ્ચે લઈ લેતા સાહેની રીક્ષા સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથા તથા શરીરે તેમજ તેના દીકરાને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે સાહેરીક્ષા ચાલકને મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના પતિ નરસીભાઈ પ્રાગજીભાઈ મકવાણા (34) રિક્ષામાંથી નીચે પડી જતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi

 






Latest News