મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE





હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ તળાવમાં બુધવારે બપોરના સમયે ન્હાવા માટે ત્રણ યુવાનો પડ્યા હતા અને તે પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેથી ગામના લોકો દ્વારા પાણીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જો કે ત્રણમાંથી બે યુવાનોને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ પાણીમાં ડૂબી જવાના કારણે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

હળવદના ઘનશ્યામપુર ગામે માલધારીના ઘેટાના ઉન કાપવા માટે થઈને ડીસા શહેરના ગંજીવાસ વિસ્તારમાં રહેતા મોહમ્મદભાઈ ફકીર, અરમાનભાઈ કુરેશી અને સબીરભાઈ કુરેશી નામના યુવકો આવ્યા હતા અને ઘનશ્યામપુર ગામે માલધારીના ઘેટાના ઉનને કાપવાની કામગીરી પૂરી કર્યા બાદ આ યુવાનો ગામની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા અને ત્યાં તળાવમાં ન્હાતા સમયે તે ત્રણેય યુવાનો અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેથી તેને બચાવવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન પાણીમાં ડૂબી રહેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા જોકે, એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ અંગેની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરના જવાનો અને તરવૈયાઓ દ્વારા પાણીમાં ડૂબી ગયેલા યુવાને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને સાંજના સમયે ફાયરની ટિમ અને તરવૈયાઓ દ્વારા મહમદભાઈ ફકીર (25) નામના યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News