મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો


SHARE







ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો

મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપવાસી છાવણી ખાતે આવી હતી અને ત્યાં મહિલાઓ દ્વારા ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા માટે થઈને આનંદનો ગરબો કર્યો હતો અને ગરબે રમીને મહિલાઓ દ્વારા અનોખી રીતે ખાનગી વીજ કંપનીનો વિરોધ કર્યો હતો.

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે અને તે વીજ લાઈનો પસાર થતી હોવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવામાં આવે છે અને ખેતર ઉપરથી વીજ લાઈનો પસાર થાય છે જેની સામે નજીવું વળતર ખેડૂતોને આપવામાં આવે છે જેથી ઠેર ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમિયાન મોરબી તાલુકાના જેતર ગામે છેલ્લા છ દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં ત્રણ મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવે છે.

દરમ્યાન ગાંધીનગરથી સરકાર દ્વારા ખેડૂતોને પ્રશ્નની ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા જો કે, ખેડૂતોએ પહેલા કામ બંધ કરવામાં આવે અને પરિપત્ર બહાર પાડવામાં આવે ત્યાર પછી ચર્ચા વિચારણા કરવામાં આવશે તે સ્પષ્ટ શબ્દોમાં સરકારને કહી દીધું છે જો કે, ખેડૂતોએ તેઓની છ માંગણીઓ લખીને હાલમાં અધિકારીઓને આપી છે જે અધિકારી મારફતે સરકાર સુધી પહોંચવાની છે દરમિયાન મંગળવારે ઉપવાસી છાવણી ખાતે મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં મહિલાઓ આવી હતી અને ખાનગી વીજ કંપનીની સામે વિરોધ વ્યક્ત કરવા માટે થઈને ત્યાં આનંદનો ગરબો યોજવામાં આવ્યો હતો અને મહિલાઓએ ઉપવાસી છાવણી ખાતે ગરબે રમીને ખાનગી વીજ કંપની સામે અનોખો વિરોધ કર્યો હતો ઉલેખનીય છે કે બુધવારે ઉપવાસી છાવણી ખાતે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે અને તેમાં રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેવો વિશ્વાસ ખેડૂતોને વ્યક્ત કર્યો છે.






Latest News