ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE







































મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

રાજ્યમાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ ના ભાગરૂપે જુદીજુદી શાળાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં ડીડીઓ અને મેયરની હાજરીમાં આંબાવાડી, નાની વાવડી અને રાજપર ગામની આંગણવાડી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો હતો જયારે ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો  હતો.

મોરબીના ડીડીઓ વિદ્યાસાગરની હાજરીમાં આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧ અને ધો. ૯ ના તમામ બાળકોને શૈક્ષણિક કીટો અર્પણ કરી ઉત્સાહભેર ૧૦૦ % નામાંકન કરાવવામાં આવ્યું હતું. આ તકે ડીડીઓ વિદ્યાસાગરે એસ.એમ.સી.અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ સ્થાનિક વાલીઓ સાથે ખાસ બેઠક યોજીને સંવાદ સાધ્યો હતો. તેમણે મધ્યાહ્ન ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી તથા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે વાલીઓ-શિક્ષકોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અને જુદીજુદી શાળાઓમાંથી રેન્ડમલી પાંચ-પાંચ બાળકોની પસંદગી કરી તેઓનું વાંચન, ગણન અને લેખન ચકાસી ગુણાંકન કર્યું હતું આ અવસરે વેટેનરી ઓફિસર એન.ડી. ભાડજા, મોરબી નગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, તાલુકા પંચાયતના પ્રમુખ તુલસીબેન મારવાણીયા, સહિતના હાજર રહ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

ટંકારા તાલુકાની શ્રી જીવાપર પ્રાથમિક શાળા ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબેન દુબરીયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શાળાના આંગણે આવેલા નવપ્રવેશી ભૂલકાઓને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને વહાલભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું શાળાના તેજસ્વી બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ બોડા તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમા ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ટંકારાના તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, મિતાણા કલસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી સહિત હાજર રહ્યા હતા.
















Latest News