મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE







શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરના ભેરડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવઅંતર્ગત વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ગૃહ વિભાગના ઉપ સચિવ કૌશલકુમાર બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું વહાલભેર સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓની સુવિધા અર્થે પેવર બ્લોક નાખવાની જરૂરિયાતને ધ્યાને લઈને ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ ત્વરિત નિર્ણય કરી સ્થળ પર જ રૂ. ૩,૦૦,૦૦૦/- ની ખાસ ગ્રાન્ટ ફાળવી ગ્રામજનોને મોટી ભેટ આપી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભેરડા ગામના ધો. ૧૦ અને ૧૨ ના ઉત્કૃષ્ટ પરિણામ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસચિવ કૌશલકુમાર બારોટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ જીવન ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વાલીઓ અને શિક્ષકોના સપના સાકાર કરવા મહેનત કરો અને ભવિષ્યમાં દેશના એક ઉત્તમ અને ઉમદા માણસ અવશ્ય બનો. તેમણે શિક્ષકોને પણ બાળકોને સ્નેહપૂર્વક ભણાવવા અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ મહાનુભાવોના વરદહસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ હતો અને તેજસ્વી તારલાઓનું આગેવાનોના હસ્તે સન્માન કરાયું હતું. આ તકે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, આર.ટી.ઓ. ટી.બી. મકવાણા, જિલ્લા માહિતી અધિકારી પારુલ આડેસરા, અગ્રણી ચેતનગીરી ગોસ્વામી, ભેરડાના સરપંચ મનીષભાઈ સહિતના હાજર રહ્યા હતા




Latest News