હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ


SHARE







હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ

હળવદના ખેતરડી ગામે સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 2700 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તથા 50 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 77,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખેતરડી ગામની સીમ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2700 લીટર આથો તથા 50 લિટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આમ કુલ મળીને 77,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય આ માલ હર્ષદ મૈયાભાઈ દેકાવાડિયા રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદા જુદા બે દારૂના ગુનાની અંદર છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવી ચાલુ હતી દરમિયાન એલસીબીની ટીમના ઈશ્વરભાઈ કલોતરા, શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ગેલાભાઈ તથા પ્રદિપસિંહ બહાદુરસિંહને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસે આરોપી હરેશભાઈ ઢેબાભાઈ ખાચર રહે. સુદામડા તાલુકો સાયલા વાળાને સુદામડા ખાતે હોય ત્યાંથી હદગત કરે છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે






Latest News