હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ


SHARE







હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ

હળવદના કોયબા ગામ પાસે રબ્બર બનાવતી ફેક્ટરીમાં કોઈ કારણોસર ગઇકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હરું જેથી કરીને 6 ફાયર ફાયટરોને ઘટના સ્થળે બોલાવીને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને હાલમાં આગ કાબુમાં આવી ગયેલ છે જો કે, કારખાનામાં ચીમની અને તેની આસપાસના વિસ્તારમાં કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે.

હળવદ તાલુકાના કોયબા ગામ પાસે રબ્બર બનાવતી યુનિટી ઇકો ગ્રીન ફેક્ટરીની અંદર કોઈ કારણોસર ગઇકાલે બપોરે 12 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટનાની જાણ થવાની સાથે જ હળવદ, ધાંગધ્રા, મોરબી અને સુરેન્દ્રનગરથી કુલ મળીને 6 જેટલા ફાયર ફાઈટર અને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા છે અને કારખાનાની અંદર લાગેલી આગ અને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે વધુમાં ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળતી પ્રમાણે ટાયરમાં વપરાતું રબ્બર બનાવતી કંપનીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના પહોંચી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાના કારણે મેજરકોલ જાહેર કરીને મોરબી, ધાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગરથી ફાયર ફાયટર બોલાવવામાં આવ્યા હતા અને પાણીનો મારો ચલાવવામાં આવેલ હતો. વધુમાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકી પાસેથી મળતી માહિતી મુજબ આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી છે જો કે, કારખાનામાં ચીમનીની આસપાસમાં હજુ પણ આગ પકડી લે છે જેથી કરીને મોરબી હળવદ અને ધ્રાંગધ્રાના ત્રણ ફાયર ફાઇટરને સ્થળ ઉપર રાખીને સતત પાણીનો મારો ચલાવીને ફાયરની ટીમ દ્વારા કુલિંગ માટેની હજુ પણ કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News