મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને


SHARE







ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને

મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકામાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થાય છે જેથી કરીને વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેનો ખેડૂતો દ્વારા આક્રોશ સાથે ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં આજે માળિયા સરપંચ એસો. અને માળીયા ખેડૂત સંગઠનની આગેવાની માળિયા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોને પૂરતું વળતર અને પહેલા વળતર આપવામાં આવે પછી જ તેઓના ખેતરમાં કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાંથી ખાનગી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે અને વીજ લાઈનો પસાર કરવા માટે થઈને હાલમાં વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલુ છે તેમજ વીજ વાયર પાથરવા માટેનું કામ ચાલી રહ્યું છે જોકે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં જે લાઈનો પસાર થઈ રહી છે તે ઉપરાંત ભવિષ્યમાં બીજી કંપનીઓની વીજ લાઈનો પસાર થાય તેવી શક્યતાઓ છે જેથી માળિયા મીયાણા તાલુકા સરપંચ એસો. અને માળીયા મીયાણા ખેડૂત સંગઠન દ્વારા આજે માળિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રસંગપરના ખેડૂત અમિતભાઈ ઘુમાલિયાએ કહ્યું હતું કે, હાલમાં નીકળતી વીજ લાઈનો તથા ભવિષ્યમાં નીકળનારી વીજ લાઈનોનું કામ કરતા પહેલા ખાનગી વીજ કંપનીઓ દ્વારા તેઓને વીજપોલ અને વીજ વાયર માટે થઈને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જયારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે માળીયા મીયાણા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો માળિયા મામલતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા અને જય જવાન જય કિસાનના નારાથી માળીયા મિયાણા તાલુકા મામલતદારની કચેરી ગુંજી ઉઠી હતી.

પંચવટીના ખેડૂત તરુણભાઈ પંચાસરાએ કહ્યું હતું કે, સરકાર અને કંપની જંત્રી દરના ચાર ગણા વળતર આપવાની વાત કરે છે પરંતુ ખેડૂતો દ્વારા જંત્રી દરના નહીં પરંતુ જમીનની વર્તમાન કિંમતના ચાર ગણા ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ખેડૂતોને જ્યાં સુધી તેમના ખેતરની અંદર વીજ પોલ ઊભા રહે ત્યાં સુધી માસિક ભાડું આપવામાં આવે અને 25 વર્ષ પછી જમીન તેઓને પરત આપવામાં આવે તેવી માંગ કરી છે.

આટલું જ નહીં પરંતુ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવ્યું નથી છતાં પોલીસને આગળ કરીને ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તેને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે જૂના ઘાંટીલાના ખેડૂત ઉમેશભાઈ જાકાસાણિયાએ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, હાલમાં જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં 30,000 ખેડૂતો ભેગા થાય છે આવી જ રીતે ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે. જો ગુજરાત સરકાર ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલે તો આગામી સમયમાં દિલ્હી સુધી જવાની ખેડૂતોની તૈયારી છે. 






Latest News