વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબી તાલુકા વિસ્તારમાંથી ગુમ થયેલ કે અપહરણ કરવામાં આવેલ સગીર, સગીરા, મહિલા, પુરુષો વિગેરેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને છેલ્લા મહિનાઓમાં એક કે બે નહીં પરંતુ 36 જેટલા લોકોને ઓપરેશન મિલાપ અંતર્ગત શોધીને તેઓના પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુચના અન્વયે ઓપરેશન મિલાપ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને સરહદી રેંજ આઈજી તેમજ મોરબીના એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા વિસ્તારમાંથી ગુમ થયેલા કે પછી અપહરણ કરવામાં આવેલ લોકોને ઓપરેશન મિલાપ અંતર્ગત શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને ટે દરમ્યાન ગુમ થયેલ સગીર, સગીરા, મહિલા, અને પુરુષને શોધી કાઢવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ 36 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, જે લોકોને શોધી કાઢવામાં આવેલ છે તેમાં 12 સગીરા, 16 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે.




Latest News