વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા


SHARE







ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા

મોરબી જિલ્લામાંથી શરૂ થયેલ ખેડૂત આંદોલન સમગ્ર ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે ત્યારે આગામી સમયમાં મોરબીના રવાપર ગામે ભારતના ખેડૂત આગેવાન રાકેશ ટિકેતની હાજરીમાં કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવા માટે થઈને આંદોલન શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ જુદા જુદા જિલ્લાઓની અંદર ખેડૂતો દ્વારા કોઈપણ પક્ષના રાજકીય આગેવાનોને સાથે રાખ્યા વગર બિન રાજકીય આંદોલન કરવામાં આવી રહ્યા છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તા 8/8/2026 ના રોજ રાત્રે 8:00 વાગ્યે મોરબી નજીકના રવાપર ગામે આવેલ કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડમાં ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તેઓની સાથે તેઓની ટીમના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીરસિંહ, રાજસ્થાનના કિસાન આગેવાન હિંમતસિંહ ગુર્જર સહિતના આવવાના છે ત્યારે સૌ પ્રથમ રાકેશ ટિકેતજી જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનમાં ગુજરાત ખેડૂત છાવણીની મુલાકાત લેશે અને ખેડૂતોના પ્રશ્નો અને માહિતી મેળવશે. ત્યારબાદ રવાપર ગામે રાતે આઠ વાગ્યે જાહેર સભા યોજવાની છે આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહેવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે




Latest News