મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ


SHARE







મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ

મોરબીના વીરપરડા ગામે ખેડૂતના ખેતરમાં આવેલ કુવાનું પાણી છેલ્લા ચાર દિવસથી હાલક ડોલક થઈ રહ્યું છે જેથી કરીને આ મુદ્દો ચર્ચાનો વિષય બની જશે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગામી સમયમાં ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની ટીમ પણ કુવાની મુલાકાત લેશે અને ત્યારબાદ રિપોર્ટ આપશે. જોકે હાલમાં કોઈ ચિંતાજનક વાત નથી તેવું કલેક્ટરે સ્વપ્નિલ ખરે એ જણાવ્યું છે.

મોરબી તાલુકા વિસ્તારમાં શનિવારે આખો દિવસ વરસાદ હતો અને નવ ઇંચ જેટલો વરસાદ થયો હોવાના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નિરની આવક થઈ હતી ત્યારે મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા પ્રાણજીવનભાઈ સારદિયા નામના ખેડૂતના ખેતરની અંદર આ વર્ષે જ ચોમાસાના ત્રણ મહિના પહેલા જે નવો કૂવો બનાવવામાં આવ્યો છે આ કુવાની અંદર પાણી છલોછલ ભરાઈ ગયું હતું અને રવિવારથી આ કુવાની અંદર ભરેલા પાણીની અંદર મુવમેન્ટ જોવા મળી રહી છે અને પાણી દરિયાના મોજાની જેમ હાલક ડોલક થઈ રહ્યું છે પહેલા રવિવાર અને સોમવાર એમ બે દિવસ પાણી હાલત ડોલક થઇ રહ્યું હતું

ત્યારબાદ મંગળવારે કુવાનું પાણી સ્થિર થઈ ગયું હતું જોકે, ફરી પાછું બુધવારે સાંજથી કુવાનું પાણી હાલક ડોલક થયું હતું જેથી વીરપરડા ગામની આસપાસના લોકો ત્યાં સ્થળ ઉપર જોવા માટે ઉમટી પડ્યા હતા. જેથી કુવો સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા આ બાબતે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી આજે મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેર ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમના કહેવા પ્રમાણે હવા અને ધરતીના પેટાળમાં વરસાદનું નવું પાણી આવ્યું હોવાના કારણે બે પથ્થરો વચ્ચે જે ગેસ હોય છે તેના કારણે આ પાણીમાં મુવમેન્ટ જોવા મળી રહી છે બાકી કોઈ બીજો ચિંતાનો વિષય નથી.

જ્યારે કલેક્ટર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે રાજ્યના સિસ્મોલોજી વિભાગમાં પણ તપાસ કરવામાં આવી હતી તો જાણવામાં મળ્યું હતું કે છેલ્લા આઠથી દસ દિવસની અંદર મોરબી કે સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ સિસ્મોલોજી સિસ્ટમમાં અર્થકવેકની કોઈપણ પ્રકારની અસર જોવા મળી નથી જોકે કુવાનું પાણી હજુ હાલકડોલક થઈ રહ્યું હોવાથી ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિભાગના અધિકારને પણ તપાસ માટે આદેશ કરવામાં આવ્યો છે જેથી તેઓની ટીમ પણ ત્યાં સ્થળ ઉપર આવશે અને ત્યારબાદ તેમનો ફાઇનલ રિપોર્ટ આવશે ત્યાર પછી જાણવા પડશે કે ખરેખર કુવાનું પાણી શા માટે હાલકડોલક થઈ રહ્યું છે. જોકે અફવાઓથી જિલ્લાના લોકોને દૂર રહેવા માટે કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે






Latest News