મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા


SHARE







નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના સેવાકાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાનઅંતર્ગત યોજાઇ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા હતા.

જે અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાત્રિના સમયે માટેલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી શેરી નાટક નિહાળ્યું હતું. આ શેરી નાટક દ્વારા સેવા, સમર્પણ અને જનકલ્યાણના સંદેશને લોકો સુધી સરળ અને અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાટકના વિવિધ દૃશ્યો અને સંવાદો દ્વારા સમાજમાં સેવાભાવ, રાષ્ટ્રભાવના તથા જનસેવાના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકામાં યોજાયેલા બંન્ને શેરી નાટકોમાં નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.




Latest News