મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લામાં પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને નિરોગી જીવનશૈલી પ્રત્યે જનજાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે નિયામક આયુષની કચેરી-ગાંધીનગર તથા મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે ૧૧મા "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત મોરબી તાલુકાના ખાનપર સ્થિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે આયોજિત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. જેતપરિયા તેમજ નિષ્ણાત તબીબઓ ડો. વિઠલાપરા, ડો. વિરેન, ડો. ઠાકર અને ડો. ખ્યાતિબેને ઉપસ્થિત રહીને ગ્રામજનોને આયુર્વેદિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી, યોગ નિદર્શન, સ્વસ્થવૃત્ત શિબિર, આયુર્વેદ ક્વિઝ સ્પર્ધા તથા ઔષધીય રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષક વનરાજભાઈ બસીયાના સફળ સંચાલન હેઠળ યોજાયેલા આ કેમ્પનો ખાનપર અને આસપાસના ગ્રામીણ વિસ્તારના બહોળી સંખ્યામાં આયુર્વેદ પ્રેમી નાગરિકોએ સરાહનીય લાભ લીધો હતો. આ પ્રસંગે સરપંચ દિલીપભાઈ લિંબડ, તાલુકા પંચાયત સદસ્ય સંદીપભાઈ લિંબડ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News