મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે


SHARE







મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી  દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ તા. ૨૮/૦૯/૨૦૨૬ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષની બહેનો, જ્યારે રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષની ઉંમરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. અને રાસ તેમજ પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધા માટેનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. દરેક સ્પર્ધામાં ૧૨ થી ૧૬ સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત સંગીત, ગાયન વગેરે માટે વધુમાં વધુ ૪ સહાયક વ્યક્તિઓ રાખી શકાશે. અને ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ તથા આધારકાર્ડની નકલ સાથે તા. ૨૮/૦૯/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૫૭, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ, મોરબી-૨ ખાતે રૂબરૂ ફોર્મ જમા કરાવવાનું રહેશે. અને સમયમર્યાદા બાદ મળેલાં ફોર્મ તેમજ અધૂરી વિગતો ધરાવતા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૮૪૪ ઉપર સંપર્ક કરી શકાશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.




Latest News