મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE







મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી જિલ્લામાં લોંગ ટર્મ વિઝા (LTV) પર વસવાટ કરતા પાકિસ્તાનના લઘુમતી (હિન્દુ) સમુદાયના નાગરિકો માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકત્વ એનાયત કરવાની દિશામાં ઝડપી અને સકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ ની કલમ ૫(૧)(c) હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ પાકિસ્તાનથી આવેલા પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજી એમ કુલ ૪ વ્યક્તિઓને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાયમી નાગરિકત્વ મળતાં જ આ ચારેય વ્યક્તિઓ હવેથી ભારતીય નાગરિક તરીકેના તમામ સરકારી લાભો અને અધિકારો મેળવવા માટે હકદાર બન્યા છે.પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નવા સીએએ (CAA) પોર્ટલ પર કરાયેલી પેન્ડિંગ અરજીઓનો ત્વરિત અને યોગ્ય નિકાલ કરવા ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જ અરજદારોને મૂંઝવતા વહીવટી પ્રશ્નો અંગે પણ પ્રત્યક્ષ ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓનો કલેક્ટરશ્રીએ સંવેદનશીલતાથી નિકાલ લાવતા તમામ લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News